જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ખાનગી બાતમીના આધારે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારના શ્રીરામ એપાર્ટમેન્ટ ખાતે દરોડો પાડી જુગારનો અખાડો ચલાવતા મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૮ આરોપીઓને ઝડપી પાડી જુગાર અધિનિયમની કલમ-૪ અને ૫ હેઠળ કેસ નોંધ્યો છે.
કામગીરીની વિગતો
જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલના નેતૃત્વમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને બાતમી મળી કે ચિરાગ ઉર્ફે બાવ દિલસુખભાઈ કણસાગરા પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી “સેન પોલિસ” નામનો જુગાર રમાડે છે.
આ બાતમીના આધારે ખાસ વોરંટ મેળવી પોલીસ દળે સ્થળ પર રેઇડ કરી કુલ રૂ.૨,૦૭,૭૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાંથી રૂ.૮૨,૩૧૦ રોકડ, પાંચ મોટરસાયકલ કિંમત રૂ.૧.૨૫ લાખ અને જુગારના પત્તા સહિત સામાન સામેલ છે.
કબજે કરાયેલ મુદ્દામાલ
રોકડ રકમ : રૂ.૮૨,૩૧૦/-
મોટરસાયકલ : ૫ (કિંમત રૂ.૧,૨૫,૦૦૦/-)
જુગારના પત્તા : કિ.રૂ.૦૦/-
કુલ મુદ્દામાલ : રૂ.૨,૦૭,૭૧૦/-
પકડાયેલા આરોપીઓ
ચિરાગ ઉર્ફે બાવ દિલસુખભાઈ કણસાગરા (૩૬, જુનાગઢ)
મેહુલ શાંતિભાઈ કનાડા (૪૨, જુનાગઢ)
અમૃતલાલ વલ્લભભાઈ પરમાર (૫૯, જુનાગઢ)
કેતન જેન્તિભાઈ કલોલા (૫૦, વંથલી)
કીરીટ કાભાઈ માકડીયા (વંથલી)
અશોક અમૃતલાલ ભીમાણી (૪૯, જુનાગઢ)
ચંદ્રેશ વલ્લભભાઈ વાછાણી (૪૯, જુનાગઢ)
ગોવિંદ ઉર્ફે બાવાભાઈ કુબલ આહિર (૩૪, જુનાગઢ)
પ્રશંસનીય કામગીરી
આ રેઇડમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ, એ.એસ.આઈ. એસ.એસ. પરમાર, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હુણ, કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ વાંક, મુકેશભાઈ મકવાણા, કરશનભાઈ ભારાઈ તથા જેઠાભાઈ કોડીયાતરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ કામગીરીને કારણે જુનાગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગારના અખાડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ફરી એકવાર સાબિત થયું છે.