જૂનાગઢ
તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે મચ્છરોનાં કારણે થતા વાહકજન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે.ત્યારે આવા સમયમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેવા પ્રયત્નનાં ભાગરૂપે જુનાગઢ મહાનગરપાલિકાનાં માન. કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, માન. નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા,આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સ્વયં પ્રકાશ પાંડે નાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં થતી પ્રાચીન તથા અર્વાચીન ગરબીઓમાં મલેરિયા, ડેન્ગ્યું અને ચીકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચી શકે તેવા શુભાશયથી પ્રાચીન તથા અર્વાચીન ગરબીઓમાં બેનરો, સ્ટીકરો,પોસ્ટરો અને આરોગ્ય શાખાનાં કર્મચારીઓ દ્વારા સ્થળ પર રૂબરૂ જઈને વાહકજન્ય રોગચાળાથી બચવા માટે શું કરવું અને શું ના કરવું સહીતનાં ઉપાયો સમજાવી જન જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)