જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી એ મુખ્યમંત્રીને પત્ર લખી જુનાગઢ નાં મુખ્ય રસ્તો પહોળો કરવા બાબતે રજૂઆત કરી.

જૂનાગઢ તા.૧૫/૭. જુનાગઢ મહાનગરપાલિકા નાં કોર્પોરેટરશ્રી લલીતભાઇ સુવાગીયા એ માન. મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, જુનાગઢમા એમ.જી.રોડ ઉપર આવેલી જુની સિવિલ હોસ્પિટલ પાડી નવી કોર્ટ બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આ મિલકત ની બે બાજુ એટલે કે એમ.જી.રોડ અને તળાવ દરવાજા રોડ આમ બંને જુનાગઢ નાં હ્રદયસમા મુખ્ય રસ્તાઓ છે જે રસ્તાઓને હાલમાં વધુ પહોળા કરી શકાય તેવા સંજોગો અચાનક ઉભા થયા છે અને તેમ કરવાથી જુનાગઢ માં ટ્રાફિક સમસ્યા પણ કંઈક અંશે ઉકેલાય તેમ છે,

ત્યારે આ બાબતે મુખ્યમંત્રી ને પત્ર માં જણાવ્યું છે કે જૂનાગઢ શહેરના આઝાદચોક અને ચિતાખાના ચોક વચ્ચે આવેલી જુની સિવીલ હોસ્પિટલ પાડીને તેના સ્થાને નવી કોર્ટ બીલ્ડીંગનું નિર્માણ થઈ રહેલ છે. આ ઈમારત બે માર્ગ પર આવે છે, ઈમારત નવી બની રહી છે અને જગ્યા પણ ખુબ મોટી આવેલ છે.હાલ આ જગ્યા એ કામગીરી ચાલી રહી છે ત્યાંથી નીકળતા બંન્ને રસ્તાઓ શહેરના હાર્દ સમા મુખ્ય રસ્તાઓ છે અને ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખવી અતિજરૂરી છે.

ત્યારે બંન્ને તરફના માર્ગ ઉપર ૧૫ – ૧૫ ફુટની જગ્યા છોડવામાં આવે તે જરૂરી છે હાલ રસ્તાની બાજુમાં દિવાલ જે બની રહી છે. જેનાથી રસ્તો પહોળો રહી શકશે નહીં નવા બાંધકામ વખતે રસ્તાની વધારાની જગ્યા છોડવાનો નિયમ છે જે અહીં અમલમાં આવ્યો નથી તેના બદલે રસ્તાની બંન્ને બાજુ જગ્યા છોડવામાં આવે તો હાલની ટ્રાફીક સમસ્યા છે તે હલ થશે આથી હાલ બાંધકામ ચાલુ છે ત્યારે બંન્ને તરફના રસ્તા ઉપર જગ્યા છોડીને કંમ્પાઉન્ડ બનાવવામાં આવે તેવી કાર્યવાહી થાય તો જૂનાગઢ શહેરમાં ઉભી થનાર એક સમસ્યાનો અંત આવી શકશે જે બાબતને ધ્યાને લઈ સત્વરે યોગ્ય નિર્ણય થવા રજુઆત કરી છે, આ પત્ર મુખ્યમંત્રી ની સાથે સાથે જુનાગઢના કલેકટરશ્રી તથા જુનાગઢ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ને પણ આપવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)