જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં શૌચાલય સફાઇ, માર્કેટ સફાઈ તથા મુખ્ય માર્ગમાં સફાઈ અભિયાન.

જૂનાગઢ

મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા આજ તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫ મા આવેલ માર્કેટ સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગ તેમજ ભવનાથ વિસ્તારમા આવેલ દામોદર કુંડની સફાઇ હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. ૩માં સ્વચ્છતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)