જૂનાગઢ.
તા.૧૩/૧૦/૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫માં આવેલ માર્કેટ સફાઇ, શૌચાલયો, શહેરના મુખ્ય માર્ગની સફાઈ તેમજ ખુલ્લા અને સાર્વજનિક પ્લોટોની સફાઇ,શહેરમાં આવેલ મહાનુભવોની પ્રતિમાઓની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી અને સફાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. તેમજ વોર્ડ નં.૧૧ માં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)