જૂનાગઢ
મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી કરાઈ.
તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ ફાયર સેફટી બાબતે કુલ -૧૦ (દસ) કોમ્પ્લેક્ષમાં ફાયર એન.ઓ.સી. ની ચકાસણી કરવામાં આવી,જેમાં ૪ (ચાર) કોમ્પ્લેક્ષ (૧) ચંદન ઇન્ફીનિટી, (૨) ઇશાન પ્લાઝા (૩) પ્રમુખ જવેલર્સ (૪) શિવરંજની કોમ્પ્લેક્ષ ફાયર એન.ઓ.સી. ધરાવે છે. તેમજ (૧) તેજસ્વી બીઝનેસ પ્લસ (૨) જે.એમ.કાર એન્ડ કેર (૩) મોર્ડન ફર્નીચર વર્લ્ડ (૪) પ્રમુખ પ્લાઝા (૫) મેરીગોલ્ડ બિલ્ડીંગ (૬) ગુણાતીત પ્લાઝામાં ફાયર સેફટી સુવિધા અથવા એન.ઓ.સી. કાર્યરત અથવા રીન્યુ કરાવેલ ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ અને રીન્યુ કરાવવા માહિતગાર કરવામાં આવેલ હતા તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)