જુનાગઢ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ.

જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટનમાર્કેટ બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. આગામી શ્રાવણ માસના દર સોમવાર તથા પવિત્ર તહેવાર અંતર્ગત જુનાગઢ શહેરમાં આવેલ નોનવેજની દુકાનો, મટનમાર્કેટ, ફિશમાર્કેટ, મીટશોપ, પોલ્ટ્રીશોપ, ફિશશોપ, લારીગલ્લાઓ તા.૦૫/૮/૨૦૨૪ ને સોમવાર, તા.૧૨/૮/૨૦૨૪ને સોમવાર, તા.૧૯/૮/૨૦૨૪ને સોમવાર તથા રક્ષાબંધન, તા.૨૬/૮/૨૦૨૪ને સોમવાર તથા કૃષ્ણજન્મ મહોત્સવ (આઠમ) તથા તા.૦૨/૦૯/૨૦૨૪ને સોમવાર તથા ભાદરવી અમાસના રોજ બંધ રાખવા કમિશનરશ્રી દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૪૬(૧)(ડી) હેઠળ સ્થાયી હુકમ કરવામાં આવેલ છે.

જેથી આ દિવસે નોનવેજની દુકાનો, મટનમાર્કેટ,ફિશમાર્કેટ,મીટ શોપ, પોલ્ટ્રીશોપ,ફિશશોપ, લારી ગલ્લાઓ ઉપર વેચવામાં આવતી નોનવેજ વસ્તુઓ વેચાણ ઉપરોક્ત તારીખનાં રોજ બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ છે. આ આદેશનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. અન્યથા મહાનગરપાલિકા દ્વારા આદેશના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની મીટશોપ ધારકોએ નોંધ લેવી તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)