જૂનાગઢ
જુનાગઢ મહા નગરપાલિકા દ્વારા પગારદારો, વેતનદારો બંને વ્યવસાયીઓ/વેપારીઓ પાસે થી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જુનાગઢ મહાનગર પાલિકા ને સોંપાયેલ છે. તમામ વ્યવસાયી કરદાતાઓએ વ્યવસાયવેરાની વર્ષ ૨૦૨૪–૨૫ ની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં ભરપાઈ કરવા અનુરોધ છે. વ્યવસાયવેરો મુદત સમયમાં ભરપાઈ કરવામાં નહી આવે તો આસામીઓ સામે વ્યવસાયવેરાં કાયદાની જોગવાઈ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે. તેમ જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યુ છે.
આ યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર દુકાનદારો/વેપારીઓ, તબીબો વ્યવસાયીઓ, ટેકનીકલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટો, વિમા એજન્ટો, કોન્ટ્રાકટરો, ટુર ઓપરેટરો, કેબલ ટીવી ઓપરેટરો, એડવર્ટાઈઝીંગ એજન્ટો, સિનેમા ઘરો, આંગડીયા સર્વિસો, પ્રાઈવેટ લી. કંપનીઓ, બેંકો, એસ્ટેટ એજન્ટો, કારખાના માલિકો વગેરે સર્વિસ પ્રોવાઈડરોએ વ્યવસાયવેરાની રકમ ઓફિસ સમય દરમ્યાન જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર,ગ્રાઉન્ડ ફ્લોરમાં જમા કરાવી દેવા તેમજ જે કરદાતાઓએ વ્યવસાયવેરો ભરેલ ન હોય તેવા કર દાતાઓ પાસેથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાયવેરો વસુલ કરવામાં આવશે, વ્યવસાયવેરા અંગે રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય,તેવા વ્યવસાયી ઓએ તાત્કાલીક રજિસ્ટ્રેશન કરાવી દેવા અધિક કમિશનરશ્રી વ્યવસાયવેરા અને નાયબ કમિશનરશ્રી,મહાનગર સેવા સદન જુનાગઢ દ્વારા કરદાતાઓને જાણ કરવામાં આવે છે.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)