જૂનાગઢઃ
ચોમાસું નજીક આવતા 31 જુલાઈ સુધી માછીમારી કરવા પર પૂર્ણવિરામ.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પહેલી જુન થી માછીમારીની સિઝન પૂર્ણ કરવા સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા હુકમ કરાયો છે ત્યારે માંગરોળમાં પણ માછીમારોને દરીયામાં ફીશીંગ કરવા માટેના ઓનલાઈન પરમીટ ટોકનો બંધ કરાયા છે અને માછીમારોને દરીયો નહીં ખેડવા તેમજ હજુપણ દુર માછીમાર કરવા ગયેલા માછીમારોને નજીકના બંદર ઉપર ખસીજવા ફીશરીઝ વિભાગ તરફથી સુચના આપવામાં આવી છે.
જ્યારે હાલતો માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પુર્ણ થતા તમામ બોટોને ક્રેઇન મારફત ગોદી માંથી બહાર કાઢી બંદર વિસ્તાર પર પાર્ક કરવાની કામગીરી કરવામાં આવીછે.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)