જુનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે આજે રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી .

માંગરોળ

માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે આજે રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને આ જન્મ ઉત્સવની ઉજવણીમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ અને માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા હાજર રહ્યા હતા આજે અગીયારસ નીમીત્તે રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરી રામદેવપીરના દર્શન કરવા હજારો ભક્તોની ભીડ જામી હતી અને મેળા જેવો માહોલ છવાયો હતો

ભજન ભોજન અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને તમામ રાજકીય આગેવાનો ભગવાન રામદેવપીરના દર્શન માટે ચંદવાણા ગામે પહોંચ્યા હતા

અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)