સી ટીમ પોલીસે સાયબર ક્રાઈમ જાગૃતિના સ્લોગન ધરાવતા પતંગો વિતરણ કરી લોકોને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અંગે માહીતગાર કરાયા.
હાલ સોશિયલ મીડિયાના જમાનામાં સાઇબર ક્રાઇમ જેવા વધતા બનાવોને ગુન્હા અટકાવા DYSP કોડીયાતર સાહેબ અને PI સાહેબના માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ ફેલાવવા માટે અભિનવ પહેલ કરી છે. ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને માંગરોળ સી-ટીમના સમીનાબેન બેલીમ સહીત પોલીસ સ્ટાફે શહેરના અલગ અલગ વિસતારોમાં જઈ મધ્યમ વર્ગના બાળકોને મિઠાઈ તેમજ સાયબર સુરક્ષાના સંદેશા સાથેના પતંગોનું વિતરણ કરીને લોકોમાં સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અને સાવચેતી વિષે માહિતગાર કરી જનજાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)