જુનાગઢ માંગરોળ બંદર શૈક્ષણિક સંકુલ આયોજીત ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો.

માંગરોળ બંદર શૈક્ષણિક સંકુલ આયોજીત ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો.

માંગરોળ ખારવા સમાજ પ્રેરિત બંદર ખાતે આવેલ જીજ્ઞાશા વિદ્યાલય, પરમેશ વિદ્યાલય, સોસાયટી પ્રાથમિક શાળા અને બંદર પ્રાથમિક શાળાનુ ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળાનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ ગણીત વિજ્ઞાનના વિષય પર 50 થી વધુ પ્રયોગો પ્રોજેકટ સાથે મત્યોદ્યોગ કૃતિ, સર્જનાત્મક કૃતી, હ્યુમન બોડી, પર્યાવરણ જેવા વિષય પર બનાવેલ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું

બાળકોને ગણીત વિજ્ઞાનનું મહત્વ સમજાય અને તેમના વૈજ્ઞાનિક અભિગમ સાકાર થાય તેવા ઉમદા હેતુથી ખારવા સમાજ આયોજિત દ્રુતિય ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં બાળકોએ સ્વાસ્થ્ય અને વિશ્વકલ્યાણને લગતી ગણીત વિજ્ઞાન ની સુંદર કૃતિઓ રજુ કરી હતી.આ અવસરે નિહાળવા આવેલ ખારવા સમાજના આગેવાન વેલજીભાઈ મસાણી, તુલસીભાઇ ગોસિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત આમંત્રિત મહેમાનો વાલીઓ અને પત્રકારો સમક્ષ વિધ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ વિષે સુંદર માહિતી પણ પુરી પાડી હતી,

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)