જુનાગઢ વિસાવદર પોલીસ સ્ટેશનના છેલ્લા ૪ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇ.પોલીસ અધિક્ષક શ્રી ભગી૨સિંહ જાડેજા સાહેબ નાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરવાની સુચના ક૨વામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા, વાય.પી.હડીયા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

દ૨મ્યાન પો.હેડ કોન્સ.આઝાઈસંહ સીસોદીયા, ઈંદ્ભજીર્તાસંહ ઝાલા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા, દિવ્યેશકુમા૨ ડાભી નાઓને ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, વિસાવદર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦૭૦૨000૬૬/૨૦ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુનાનો નાસ્તો-ફરતો આરોપી મેહુલ ઉર્ફે વીકી ભીખુભાઈ ધારૈયા રહે.જુનાગઢ વાળો હાલ જૂનાગઢ શહે૨ વિસ્તા૨માઆટાફેરા કરતો હોવાની હકીકત આધારે વોચમા રહેતા ઉપરોકત આરોપી મળી આવતા પકડી પાડી વિસાવદર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦3૦૭0૨000૬૬/૨૦ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.અટક કરેલ આરોપીનું નામ, સરનામુ:-મેહુલ ઉર્ફે વીડી ભીખુભાઇ ધારૈયા ઉ.વ.૩૭ રહે. બાવા પીપળીયા તા.જેતપુર જી.રાજકોટ હાલ રહે.વિશ્વાસ સીટી પાછાળ, ખલીલપુર રોડ, જુનાગઢ

સા૨ી કામગી૨ી ક૨ના૨ અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા, વાય.પી.હડીયા તથા પો.હેડ કોન્સ. આઝાદસિંહ સીસોદીયા, ઈંદ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી વિ. પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ હતી

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)