જુનાગઢ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં. ૬ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુથી “વય વંદના” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં જુનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જે.કે. ચાવડા, કેવિન અકબરી સહિત વોર્ડના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.CAM
કેમ્પ અંતર્ગત વડીલ નાગરિકોને સરકારશ્રીની આરોગ્યસંબંધિત યોજનાનો લાભ મેડવાડે તેની માટે જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી.
મહાનગરપાલિકા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાએ જણાવ્યું કે આ પહેલ વડે વડીલ નાગરિકોને આરોગ્ય સેવાઓ માટે હૉસ્પિટલોમાં દાખલ કરવાની ફરજ પડતી સ્થિતિમાં આ યોજના તેમ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને આ પ્રકારના કેમ્પ આગામી દિવસોમાં મહાનગરના તમામ વોર્ડોમાં યોજાશે, જેથી વધુને વધુ લોકોને લાભ મળે.
આ પહેલ માટે સંજય પંડ્યા દ્વારા યાદી પાઠવી સહયોગ નોંધાવવામાં આવ્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ