જુનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર બિનઅધિકૃત રીતે દુકાનની આગળ આવેલ ઓટલા તથા રેમ્પ દૂર કરવામાં આવ્યા.

જૂનાગઢ

જુનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર બિનઅધિકૃત રીતે દુકાનની આગળ રસ્તા પૈકીની જમીનમાં દુકાનધારકો ધ્વારા બનાવવામાં આવેલ ઓટલા તથા રેમ્પ આજ તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ દુર કરવાની ડ્રાઈવ કરવામાં આવેલ જેમાં બિનઅધિકૃત રીતે દુકાનોની આગળ રસ્તા પૈકીની જમીનમાં કરવામાં આવેલ ૯૮ ઓટલા તથા ૪ રેમ્પ મહાનગર પાલિકા ધ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવેલ છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ: -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)