જુનાગઢ શહેરના વિવિધ વોર્ડ ખાતે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે “આયુષ્યમાન વય વંદના કાર્ડ” માટે કેમ્પ યોજાયો.

 

હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટુબીક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે.આ યોજના ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરુ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત અમલવારી કરવાની સુચના અન્વયે કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાંપડા અને નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજાનાની સુચના મુજબ જુનાગઢ શહેરમાં આજ તા.૨૬/૧૧/૨૪ ના રોજ સવારે વોર્ડ નં.૫ યમુના વાડી,ઝાંઝરડા રોડ,જુનાગઢ વોર્ડ નં.૧૨ અર્બન હેલ્થ સેન્ટર,ટીંબાવાડી, જુનાગઢ ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

શહેરીજનોનું આયુષ્યમાન કાર્ડ રીન્યુ કરવાનું હોઈ તે ૪૮ કલાક પહેલાના આવકના દાખલા વડે રીન્યુ કરી આપવામાં આવ્યા હતા.આ તકે બીપી અને ડાયાબીટીસ ની મફત તપાસ કરી આપવા માટે કેમ્પ પણ રાખવામાં આવેલ. મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને મહાનગર પાલિકા, જુનાગઢ તરફથી મિલ્કત વેરો ભર્યાની ઓરીજનલ પહોંચ અથવા ઓનલાઈન માધ્યમથી મિલકત વેરો ભરેલ હોય તેવા કિસ્સામાં ઓનલાઈન મિલકત વેરો ભર્યાની પહોંચ અને આધાર કાર્ડની ઝેરોક્ષ રજુ કર્યેથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુકો કચરો અને ભીના કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર ડસ્ટબીન (બ્લુ અને લીલી)નું ઉપરોક્ત સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.

વીજળી બીલની મદદથી પ્રધાનમંત્રીશ્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના નો લાભ આપવામાં આવ્યો તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આધાર કાર્ડ E-KYC ની કામગીરી હાલ ઝુંબેશ રૂપ ચાલી રહેલ છે.જે કામગીરીના ભાગ રૂપે ઉપરોક્ત કેમ્પમાં આધાર કાર્ડ E-KYCની કામગીરી પણ સાથે સાથ કરવામાં આવી હતી.આ તકે ૧૫૬૯ શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો દ્વારા ડેન્ગ્યું મેલેરિયા અંગેના સ્ટોલ પરથી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત તમામ સેવાઓ મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં તા:૨૭/૧૧/૨૦૨૪ વોર્ડ નં.૬ શાંતેશ્વર મંદિર,જોશીપુરા અને વોર્ડ નં.૧૫માં લીરબાઇ મંદિર, લીરબાઇ પરા,બીલખા રોડ, તા:૨૮/૧૧/૨૦૨૪ વોર્ડ નં.૧૦ માંગનાથ,મંદિર માંગનાથ રોડ અને વોર્ડ નં.૧૪માં શ્રી ભુવનેશ્વર નગર,ભુવનેશ્વર મંદિર, શેરી નં.૪, ગાંધીગ્રામ, તા:૨૯/૧૧/૨૦૨૪ વોર્ડ નં.૧૩ ડૉ.આંબેડકર ભવન, શ્રી નગર સોસાયટી,મધુરમ બાયપાસ પાસે અને વોર્ડ નં.૧૧માં રેડ ક્રોસ સોસાયટી, જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે,સૌ લાભાર્થી ઓને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે મહાનગરપાલિકા. જુનાગઢ દ્વારા અપીલ કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)