જૂનાગઢ
જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ શ્રી મારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં 70 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી ઓએ હોંશભેર ભાગ લીધો હતો.
મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયોજન અધિકારીશ્રી ગંભીરભાઈ તથા શ્રી સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વહાબભાઇ કુરેશી, શ્રી અશ્વિનભાઈ મણિયાર,નુરાભાઈ કુરેશી, કાસમભાઇ જુણેજા, પે સેન્ટરના આચાર્યશ્રી ઝાકીરભાઇ પડાયા, વાલીએ સોરઠ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલશ્રી હારૂનભાઇ વિહળ સી.આર.સી.શ્રી મસરીભાઈ તથા આંગણવાડી કાર્યકર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિવાન ચોકમાં આવેલ પટેલ બેગવાળા શ્રી જયભાઈ દેત્રોજા એ પ્રવેશ પામેલ સર્વે બાળકોને સ્કૂલબેગ આપી સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અન્ય દાતાઓમાં શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા એ બાળકોને રમકડાં તથા શૈક્ષણિક સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વહાબભાઈ કુરેશી, શાળાના રિટાયર્ડ શિક્ષકો શ્રી દમયંતીબેન દવે , શ્રી પદ્માબેન જોશી, શ્રી હંસાબેન પરમાર, શ્રી ભારતીબેન વડેરા તથા દુબઈ સ્થિત તેમના બહેન મિતુબેન આડતીયા તરફથી તથા શ્રી હિતેશભાઈ પાઘડારે પણ રોકડ રકમ તથા સ્ટેશનરી કીટ આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી જયભાઈ વાસવેલીયા, શ્રી મુકેશગીરી મેઘનાથી, શ્રી વીણાબેન કરંગીયા શ્રી ધરતીબેન દેસાઈ શ્રી પ્રજ્ઞાબેન બારૈયા શ્રી વર્ષાબેન પાઘડાર શ્રી કૃપાલીબેન દેવમુરારી શ્રી ભાવિલભાઈ વાઘેલા શ્રી સરોજબેન ઠેશિયા શ્રી હર્ષાબેન દેલવાડીયા શ્રી કિર્તીબેન મકવાણા, શ્રી સાયનાબેન સોલંકી શ્રી ઉર્વશીબેન વિસાવડીયા શ્રી ભારતીબેન વડેરા શ્રી રેશમાબેન કનેરિયા તથા મધ્યાહન ભોજન યોજના નો સ્ટાફ સહિત સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)