જુનાગઢ શહેરમાં વસતા નગરજનોને ઘરવેરાની રકમમાં કુલ ૩ર% ડીસ્કાઉન્ટનો લાભ માત્ર છેલ્લી. તા.૩૦/૦૬/ર૦ર૪ સુધી.

જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવેલ છે કે,જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કત ધારકોને જાણ કરવામાં આવે છે કે, સને ૨૦૨૪-૨૫ ના નાણાંકીય વર્ષમાં તા.૦૧/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૬/૨૦૨૪ સુધી ૧૦% તેમજ ઓનલાઇન ભરપાઈ કરનારને વધારાનું ૨% મળી કુલ ૧૨% વળતર યોજના હાલ અમલમાં હોય જે અન્વયે જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મીલ્કત ધરાવતા મીલ્કત ધારકો વધારે પ્રમાણમાં આ યોજના નો લાભ લઈ શકે તે હેતુ થી આ યોજનાની છેલ્લી તારીખ-૩૦/૦૬/ર૦ર૪ રવીવારના રોજ પણ ઘરવેરા શાખાની વસુલાતની કામગીરી રાબેતા મુજબ મહાનગરપાલિકા કચેરી તથા તમામ ઝોનલ ઓફીસ ખાતે ચાલુ રાખવામાં આવેલ છે.

વધુમાં તા.૦૧/૦૪/ર૦ર૪ પછી થી જે મિલ્કતધારકએ સોલાર ફીટ કરાવેલ હશે તેને ચાલુ નાણાંકીય વર્ષના સામાન્ય કરમાં વધારાનું ર૦% વળતરની યોજના અમલમાં છે.

ઉપરોકત રજાના દિવસ નો લાભ લેવા આથી જુનાગઢ મહાનગરપાલિકા ધ્વારા જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કત ધારકોને લાભ લેવા જાણ કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)