જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. પી.સી.સરવૈયા તથા પોલીસ ઇન્સ. એમ.વી.રાઠોડ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય
આજરોજ એસ.ઓ.જીના પો.હેડકોન્સ. અનિરૂધ્ધભાઇ ચાપરાજભાઇ વાંકનાઓને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, “તુષાર બાલક્રિષ્ન ટાટમીયા વાણંદ રહે.જુનાગઢ, આદિત્નગર-ર વાળો હોન્ડા શાઈન મોટરસાયકલ નં.GJIIC-699 માં પ્રતિબંધિત નાર્કોટીકસ ડ્રગ્સ લઈને જુનાગઢમાં અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચાણ કરવા નિકળનાર છે” જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્રારા સતત વોચ રાખવામાં આવેલ હતી. વોચમાં હતા દરમ્યાન અગ્રાવત ચોક તરફથી મોટરસાયકલ સાથે એક ઈસમ આવતો જોવામાં આવતા સદર ઇસમને એસ.ઓ.જી. ટીમ દ્રારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા સદરહુ ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ૪.૬૬ ગ્રામ કિ.રૂા.૪૬,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી જુનાગઢ શહેર બીડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.
- આરોપીનુ નામ, સરનામુઃ-
તુષાર બાલક્રૃષ્ણભાઈ ટાટમીયા વાણંદ ઉ.વ.-૨૨, ધંધો-મજુરી, રહે.જુનાગઢ, આદિત્યનગર-૨, નંદનવન શાકમાર્કેટ પાછળ, બ્લોક નં.૨૧, શ્રીનાથજી પાનની સામે, - કબ્જે કરેલ મુદામાલની વિગત
મેફેડ્રોન ડ્રગ્સ ૪.૬૬ ગ્રામ કિ.રૂ. ૪૬,૬૦૦/- તથા મોબાઈલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મોટરસાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. - સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. પી.સી.સરવૈયા તથા પો.ઇન્સ. એમ.વી.રાઠોડ એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, તથા પો.હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા, રાજુભાઇ ભેડા, તથા પો.કોન્સ. વિશાલભાઇ ઓડેદરા, રોહીતભાઇ ધાધલ, ભુપતસિંહ સિસોદીયા, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવિરાજભાઇ વાળા વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
@જાહેર અપીલ@
જુનાગઢ જીલ્લા પોલીસ તમામ યુવાનો/વિધાર્થીઓને નશીલા પદાર્થ/ડ્રગ્સ વગેરેથી દુર રહેવા જાહેર અપીલ કરે છે.
ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન ફકત તમને જ નહી, તમારા પરીવારને પણ બરબાદ કરે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ