જુનાગઢ જિલ્લામાં આજ રોજ સંપૂર્ણ સરપંચ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં ડીડીઓ નીતિન સાંગવાનના મનસ્વી વર્તન પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતા તેઓની વહેલી બદલીની માંગ કરાઈ હતી.
આ આવેદનનો મકસદ ડીડીઓ નીતિન સાંગવાનના વર્તન અંગે સરકારનો ત્વરિત દખલ માંગવાનો હતો. જુનાગઢ જિલ્લાના સરપંચો આ પ્રસંગે કલેકટરે યોગ્ય નિરાકરણ લાવવાનો આશ્વાસન આપ્યો. આ દરમિયાન જુનાગઢ જીલ્લા ના ત્રણ ધારાસભ્યો – દેવા માલમ, ભગવાનજી કરગઠીયા, અને અરવિંદ લાડાણી પણ કચેરીમાં હાજર રહ્યા હતા.
બીજી તરફ, તલાટી મંત્રી યુનિયન દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ડીડીઓ દ્વારા મણાવદર અને જુનાગઢ તાલુકાના તલાટી મંત્રીઓને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવતી ફરિયાદો તેમજ આ મામલાનો યોગ્ય નિરાકરણ માંગવામાં આવ્યો હતો.
વિવિધ પક્ષો દ્વારા આ બાબતે જવાબદારી અને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે, પરંતુ ડીડીઓ નીતિન સાંગવાન આ કાર્યક્રમમાં હાજર નહોતા, અને તે જ્યારે સરકારે કોઈ અન્ય કાર્ય માટે જુનાગઢ બહાર હતાં.
સંવાદદાતા: જગદીશ યાદવ, જુનાગઢ.