જુનાગઢ B-ડિવિઝન પોલીસે વિધવા મહિલાને મકાનનો કબ્જો અપાવી ‘પોલીસ પ્રજાનો મીત્ર’ સુત્રને કર્યો સાર્થક.

જુનાગઢ શહેરના B-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ‘પોલીસ પ્રજાનો મીત્ર છે’ના સિદ્ધાંતને જમીન પર ઉતારતા માનવિય દાખલો સામે આવ્યો છે.

ગઇ તા. ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ અરજદાર નર્ગિસબેન હમીદભાઈ કુરેશી (ઉ.વ. ૪૫), રહે. તળાવ દરવાજા, જુનાગઢ, એ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી કે તેઓ વિધવા છે, બે બાળકો સાથે જીવન ગુજારે છે અને પોતાના માલિકીના મકાન પર ઇકબાલ ઇસ્માઈલ સુમરા (ઉ.વ. ૬૧), હાલ તળાવ દરવાજા, દ્વારા બિનકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.

અરજ મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની સુચનાથી કાળવા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કેશુભાઈ કરમટા તથા અમીતભાઈ મોણપરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષોને સમજાવટ કરી અને લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ અંગે માહિતી આપી.

સમજાવટથી પ્રભાવિત થઈ ઇકબાલભાઈ સુમરાએ તરત મકાન ખાલી કરી દીધું અને નર્ગિસબેનને તેમના મકાનની ચાવી સોંપી દેવામાં આવી. આ માનવિય કામગીરીથી નર્ગિસબેનને આત્મવિશ્વાસ મળ્યો અને પોલીસ પ્રતિ વહેતો વિશ્વાસ પણ ગાઢ બન્યો.

આ સમગ્ર ઘટના ‘પોલીસ પ્રજાનો મીત્ર છે’ને જીવંત કરે છે, જેમાં પો.હેડ.કોન્સ. કેશુભાઈ કરમટા અને અમિતભાઈ મોણપરા જેવી કમીટેડ ટીમના પ્રયત્નો પ્રશંસનીય છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ