જુનાગઢ C ડિવિઝન પોલીસની ઝડપભરી કાર્યવાહી, અપહરણ અને પોક્સો કેસમાં આરોપી જામનગરથી ઝડપાયો.

જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લેતાં જિલ્લા પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. પોક્સો હેઠળ ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢવા પોલીસની ટીમે ટેક્નિકલ અને હ્યુમન ઇનપુટના આધારે તપાસ હાથ ધરી હતી.

આ મામલે આરોપી ભોગબનનારને જામનગર ખાતે લઈ ગયો હોવાનું માલૂમ પડતા C ડિવિઝન પોલીસ સ્ટાફે તાત્કાલિક જામનગર પહોંચીને કારાઈમ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી કરણ મનોજભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) જે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે, તેને પકડવામાં આવ્યો હતો. આરોપી ભંગાર એકઠું કરવાનો વ્યવસાય કરે છે.

આ કામમાં નોંધાયેલ ગુનો ગુ.ર.નં.પાર્ટ “એ” ૧૧૨૦૩૦૦૪૨૫૦૩૫૨/૨૦૨૫ મુજબ BNS-2023ની કલમો ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(એમ) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૨ હેઠળ નોંધવામાં આવ્યો છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા IGP નિલેશ જાજડીયા અને I/C ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાહવજની આગેવાનીમાં C ડિવિઝન પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

આરસપીઆઈ વિજય સાહવજ સાથે પો.હેડકોન્સ. પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, કોન્સ. દિલીપ ડાંગર, સંજય ચૌહાણ, મનીષ હૂંબલ અને દિનેશ જીલડીયા સહિતની ટીમે આ સફળ કાર્યવાહી કરી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ