અગાઉ તા.૨૬/૧૧/૨૦૦૮ ના રોજ મુંબઈ ખાતે થયેલ આંતકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા હતા. એ તમામ મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે મેડિકોસ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડૉ. રાજન ભાદરકાની આગેવાની હેઠળ શ્રી મનીષભાઈ હડિયા, શ્રી મિહિરભાઈ મહેતા ની રાહબરી હેઠળ જી.એમ.ઇ. આર. એસ. મેડિકલ કોલેજ/હોસ્પિટલ ખાતે તા.૨૬/૧૧/૨૪ ના રોજ રૂમ નંબર 209, લેક્ચરહોલ માં શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. હનુમંત આમને, તબીબી અધિક્ષક શ્રી ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ તબીબી અધિક્ષક શ્રી ડૉ. દિગંત સિકોતરા, એનાટોમી વિભાગના એચ.ઓ.ડી. શ્રી ડૉ. મેહુલ ટંડેલ, ડૉ. ઉવીઁક કુકડીયા, નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અધિકારીગણ તથા કર્મચારી ગણ એ દેહદાન કરવા અને કરાવવા અંગેના શપથ લીધા હતા. અને એમાંથી અમુક વ્યક્તિઓએ દેહદાન કરવા અંગેના સંકલ્પ પત્રો ભરવાની સંમતિ આપી હતી. ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડૉ. મેહુલ ટંડેલે દેહદાન કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ડૉ. ઉર્વીક કુકડીયાએ દેહદાન વિશે વિશેષ માહિતી જોઈતી હોય તો કોલેજના એનાટોમી વિભાગનો સંપર્ક કરવા જણાવેલ હતું.
જ્યારે મનીષભાઈ હડિયા અને મિહિરભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રી તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. વનરાજ પરમાર, સુભાસ હાડગરડા, રક્ષીત ચાંડેરા, ભાર્ગવ મહેતા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યકમનું સંચાલન નર્સિંગ સ્ટાફ મોનીકાબેન એ કરેલ હતું તેમ જૂનાગઢ મેડિકોસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેનશ્રી સંજય બુહેચા એ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)