જૂનાગઢઃ વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

જૂનાગઢ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 દરમિયાન નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી જયેશભાઈ ઉર્ફે જે.ડી. માધાભાઈ સરેણા સગરના વિરુદ્ધ IPC કલમ 407 અને 114 હેઠળ ગુનો દાખલ થયો હતો અને તેના વિરુદ્ધ કોર્ટમાંથી વોરંટ પણ જારી થયેલું.

આ કામગીરી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર તથા પો.સબ ઇન્સ્પેક્ટર વી.એલ.લખધીર અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે પોલીસ કોન્ટેબલ નારણભાઇ કરમટા અને જીગ્નેશભાઈ શુકલને મળેલી બાતમીના આધારે તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી. આરોપી પોતાનું નિવાસસ્થાન — જુનાગઢના વંથલી રોડ પાસે રાધારમણ સોસાયટીમાં — હાજર હતો, જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો.

આરોપીની ધરપકડ બાદ તેના વિરુદ્ધ ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર આરોપીને પકડીને કાયદા સામે લાવનારી જુનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.