જૂનાગઢનાં અગ્રણી તબીબોએ વનવાસી ક્ષેત્રમાં ચિકીત્સા શિબિર દ્વારા સેવાયજ્ઞ યોજ્યો.

જૂનાગઢ

છોટાઉદેપુર જિલ્લાનાં વનક્ષેત્રનાં અતિ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોનાં વનબાંધવોની આરોગ્ય ખેવના કરતા જૂનાગઢનાં તબીબો ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા થકી સંસ્કૃતિની રક્ષા સાથે સમરસ સમાજ નિર્માણમાં વનવાસી કલ્યાણ પરિષદની અવ્વલ ભુમીકા, કવાંટ તાલુકાનાં જામલી, પાવીજેતપુરનાં મોરા ડુંગરી અને બળદગામ તેમજ નસવડીનાં પાલ ગામોમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૨૦ ગામોનાં ૧૧૩૦ દર્દીઓએ સેવાકેમ્પમાં સારવાર ચિકીત્સાનો લાભ લીધો

ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ પરિવારનાં કાર્યકર્તાઓ વિવિધ પ્રવૃત્તિઓ સહભાગી થઇ સાથે મળીને અનેક સેવા યજ્ઞો ઉજવતા હોય છે. જે અંતર્ગત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત રાજ્યના જૂનાગઢ એકમ દ્વારા ફીજીશ્યન ડો. પ્રવિણ સોજીત્રાની આગેવાનીમાં ફીજીશીયન ડો.મુકેશ પાનસુરીયા,ડો. દિપક ભલાણી, ડો. જયદિપ ટીલાળા, બાળરોગ નિષ્ણાંત ડો. ભરત વોરા, ડો. આર.સી.ઠુમર, સ્ત્રી રોગ નિષ્ણાંત પિયુષ વડાલીયા, ઓર્થોપેડીક સર્જન ડો. નિકુંજ ઠુમર, ફીજીશ્યન ડો. મહેન્દ્ર તારપરા, ફીજીયોથેરાપીસ્ટ ચિરાગ પાનસુરીયાની ટીમ છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં જામલી, નસવાડી તાલુકાનાં પાલ, પાવી જેતપુર તાલુકાનાં બળદગામ અને મોરા ડુંગરી ગામોમાં યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૨૦ ગામોનાં ૧૧૩૦ થી વધુ લોકોએ સારવાર ચિકિત્સા નો લાભ લીધો હતો. દર્દીઓની સેવા સુવિધા માટે કાર્યરત રહેલ ચિકીત્સા શિબીરનાં દર્દઓને તમામ દવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી જરૂર જણાય ત્યાં કાર્ડિયોગ્રામ પેશાબ-રક્તની પરીક્ષણ પણ કરવામાં આવ્યા હતા. વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વનપ્રદેશનાં વનબાંધવોને વ્યસનમુક્તિ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશો પ્રસરાવતી પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું

અત્રે ઉલ્લેખનિય છે કે જૂનાગઢ ખાતેથી નિષ્ણાંત તબીબોની ટીમ સાથે પેરામેડીકલ અને સ્વયંસેવકો પણ સેવાભાવથી સહયોગી બન્યા હતા.ચિકીત્સા શિબીર સાથે વનવાસી પરિવારોનાં ઘરે ભોજન પ્રસાદ લઇને સમરસ સમાજની વિભાવના રજુ કરી હતી. વનક્ષેત્રમાં વસતા વનવાસી બાંધવો સાથે ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે. આ અંગે સંગઠનમંત્રી ચંદ્રકાંતભાઇ રાવલાણીએ વનવાસી કલ્યાણ પરીષદની પ્રવૃતિ અંગે જાણકારી આપી બહ્યુ હતુ કે ધર્મ અને રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા માટે સૌને સજાગ બની સહયોગી બનવુ સમયની માંગ છે. આજે નારીશક્તિ પણ સમાજોત્કર્ષમાં સહભાગી બની રહી છે. ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા છેલ્લા એક મહિનામાં પાંચ જિલ્લાના ૧૫ તાલુકામાં ૩૮ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં ૧૧૯ ડોક્ટરોએ અને ૧૦૪ ફાર્માસિસ્ટ દ્વારા ૬૭૦૧ દર્દીને લાભ આપ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં ૨૨૦ ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો. મેડિકલ કેમ્પની સાથે શહેરી વિસ્તારના ૨૦૧ અને ગ્રામીણ વિસ્તારના ૪૬૨ કાર્યકર્તા મળીને ૬૬૩ કાર્યકર્તાઓએ પોતાની સેવાનું યોગદાન જોડ્યું હતું. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં હજુ ૮૦ જેટલા મેડિકલ કેમ્પ વનવિસ્તારના વનવાસી બંધુઓ માટે કલ્યાણ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવનાર હોય ચિકિત્સા શિબિરમાં સેવા માટે આગ્રહભરી વિનંતી સાથે દવાઓ, વાહન વ્યવસ્થા, આર્થિક, કે પ્રત્યેક સમય આપીને ચિકિત્સા શિબિરને સહયોગી થઈ રહે તે બાબતે વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા સેવા સાથે જોડાવા ઈચ્છુક આત્મીય બાંધવોને વિનંતી કરી હતી.

જૂનાગઢથી પ્રસ્થાન થયેલ સેવાકેમ્પનાં કાર્યકર્તાઓનાં વડોદરા ખાતે થોડીવાર રોકાણ દરમ્યાન જિલ્લા એકમના વનવાસીકલ્યાણ પરિષદના કાર્યકર્તાઓ સાથે જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમના કાર્યકર્તાઓનો પરિચય થયો અને સેવાકાર્યોની વિગતો આપલે કરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)