પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બીલખા રોડ, જૂનાગઢ ખાતે તા.૧૫/૧૨/૨૦૨૪ સુધી સવારે ૬-૦૦ થી સાંજે ૧૯-૦૦ કલાક દરમિયાન એ.ડી.આઈ./એડમ/એમ.ટી./બેન્ડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓનું વાર્ષીક ફાયરીંગ તથા બેઝીક તાલીમ લઈ રહેલા બચત બિન હથીયારી એ.એસ.આઈ. મહિલા-પુરુષ બેંચ ૪/૫ના તાલીમાર્થીઓનું સિલેબસ મુજબ રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય, આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોય, જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂએ પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે તેની આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૧૫/૧૨/૨૦૨૪ સુધી સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી (દૈનિક ધોરણે) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ- આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
૦૦૦૦૦૦
જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના યુવાઓ માટે કબડ્ડી સિલેક્શન ટ્રાયલનું આયોજન
૦૦૦૦૦
જૂનાગઢ તા.૦૩/૧૨ Junagadh district rural Kabaddi Association and Junagadh district Kabaddi Association દ્વારા સબ જુનિયર અં-૧૬, જુનિયર અં-૨૦ અને સિનિયર ઓપન ઓપન એઈજ માટે કબડ્ડી સિલેક્શન ટ્રાયલનું આયોજન ૦૮/૧૨/૨૦૨૪ના રોજ મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ, જૂનાગઢ ખાતે રાખેલ છે. જેમાં ટ્રાયલ માટે ખેલાડી એ જરૂરી પ્રમાણપત્ર અને બે(૨) પાસપોર્ટ ફોટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. વધુ માહિતી માટે વિજયભાઈ ડી. વાળ મો.૬૩૫૨૨ ૫૪૦૦૪ અને વનરાજ એમ. જલુ મો. ૯૦૯૭૯ ૦૯૦૧૩ નો સંપર્ક કરવો તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦
ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના તા. ૦૫/૧૨/૨૦૨૪થી ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે
જૂનાગઢ તા.૦૩/૧૨ કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો માટે કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર માલ વાહક વાહન અને ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં માલ વાહક વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં તા. ૦૫/૧૨/૨૦૨૪થી ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)