જૂનાગઢ શહેરના પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇરામ કારા ઉર્ફે કાળુ પરબતભાઈ કરમટા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા તેને પી.એસ.આઈ.ના સૂચન હેઠળ પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર (સુરત) ખસેડવામાં આવ્યો છે.
અભિયુક્ત પર અગાઉ વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા હતા. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયા ના માર્ગદર્શન હેઠળ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી બાદ કારા વિરુદ્ધ પાસા વોરન્ટ જારી કરવામાં આવ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ્પેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ઝાલા અને ટીમે કારા ઉર્ફે કાળુને પંચેશ્વર મંદીર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને 11 જુલાઈના રોજ લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી માટે વિશેષ કામગીરી ડી.કે. સરવૈયા, પી.કે. ગઢવી, નિકુલ પટેલ, જીતેષ મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, દિપક બડવા તથા વંથલી પોલીસ સ્ટેશનના વિકર્મસિંહ જીંજીયા અને પ્રવિણ સિંધલ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ