જૂનાગઢના કેરાળા ગામના ૪ ખેડૂતોને તાર ફેન્સીંગ માટે રૂ. ૨.૪૭ સહાય

જૂનાગઢ તાર ફેન્સીંગ યોજનાનાં લાભથી હવે પાકના રક્ષણ માટે રાત ઉજાગરા કરવા પડતા નથી. તેમ જૂનાગઢના કેરાળા ગામના તાર ફેન્સીંગ યોજનાના લાભાર્થી ખેડૂત શ્રી જયેશભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારની તાર ફેન્સીંગ યોજના દ્વારા મારા સહિત ૪ ખેડૂતોની ૯ હેક્ટર જમીનમાં તાર ફેન્સીંગ શક્ય બન્યું છે. સરકાર તરફથી તાર ફેન્સીંગ માટે માતદાર રૂ. ૨.૪૭ લાખની સહાય મળી છે. આ યોજનાનો લાભ મળવાથી ખાસ પાક સંરક્ષણ માટે જે રાત ઉજાગરા કરવા પડતા હતા તે ટળ્યા છે.


શ્રી જયેશભાઈ સોજીત્રાએ રાજ્ય સરકાર દ્વારા આ ચૌઙઅંયોજિત રવિ કૃષિ મહોત્સવને આવકારતા કહ્યું કે, રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને કૃષિમાં આધુનિકરણ અને પ્રાકૃતિક કૃષિ અંગેની ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન મળી રહે છે. શ્રી જયેશભાઈ સોજીત્રાને તાર ફેન્સીંગ માટે સહાયનો પેમેન્ટ ઓર્ડર રવિ કૃષિ મહોત્સવના પ્રારંભિક સત્રમાં અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે આ સહાય માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)