જૂનાગઢના ગાંધીગ્રામમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક ઝડપાયો – બીજો ફરાર

જૂનાગઢ, તા. 30 એપ્રિલ, 2025
જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચે ગઈ કાલે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટા દારૂના જથ્થાની ઝડપી કાર્યવાહી કરીને કુલ રૂ. 5.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં દારૂના જુસ્સામાં પાણી ફેરવાયું છે.

પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સૂચના હેઠળ પો.ઇન્સ્પેકટર જે.જે. પટેલના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ, ધરમ અવેડા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી કુલ 1,901 નંગ વિદેશી દારૂની બોટલ તથા મોબાઈલ ફોન સહિત નો કુલ રૂ. 5,56,764નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો.

હાજર આરોપી:

  • ગલાભાઇ હમીરભાઇ રાડા (ઉ.વ. 50), ધંધો માલઢોર, રહે. ગાંધીગ્રામ, જૂનાગઢ

ફરાર આરોપી:

  • અજય ભુરા રાડા, જે સામે અગાઉના અનેક પ્રોહીબીશન ગુનાઓ નોંધાયેલા છે:
    • કુલ 9 જુદાં જુદાં ગુનાઓ, જેમાં રાજકોટ ગ્રામ્ય અને જુનાગઢના કેસો સમાવિષ્ટ છે.

જપ્ત મુદામાલ વિગતો:

  • વિદેશી દારૂ (ભારતીય બનાવટ): ₹5,45,764/-
  • મોબાઈલ ફોન: ₹11,000/-
  • કુલ જપ્ત મુદામાલ: ₹5,56,764/-

કામગિરિમાં સહભાગી પોલીસ સ્ટાફ:

  • પો.સબ ઇન્સ. ડી.કે. ઝાલા, એ.એસ.આઇ. સામતભાઈ બારિયા, નિકુલ પટેલ
  • હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદિયા, વનરાજસિંહ ચુડાસમા
  • પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપક બડવા, વરજાંગ બોરીચા અને જીતેષ મારૂ

ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી દારૂ-હેરાફેરીના તંત્રમાં દહેશત વ્યાપી છે અને સ્થાનિક લોકોમાં પણ પોલીસના પગલાની પ્રશંસા થઈ રહી છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ