જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા તારીખ 14 જૂન વીશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તારીખ 14 જુન એટલે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી ગિરનારી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ખાનગી બ્લડ બેન્કમાં ગિરનારી ગ્રુપના સભ્યો દ્વારા રક્ત દાતાશ્રીઓને આજના દિવસે જે લોકોએ પોતાના રક્તનું દાન કરેલ હોય તેમને તેમજ અન્ય રક્તદાતા ઓને પણ પ્રોત્સાહન રૂપી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મોમેન્ટો ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી. જ્યારે જી.એમ.ઇ. આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગ માં રક્તદાતાઓનો તથા રક્તદાન કેમ્પ આયોજશ્રીકોનો સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.

ગિરનારી ગ્રુપની સેવાને બિરદાવીને જુનાગઢ જીએમઇ આરએસ મેડિકલ કોલેજના તબીબી તજજ્ઞશ્રીઓ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ હતું. આ ભગીરથ સેવામાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ ઉનડકટ, પ્રયાગભાઈ યાદવ, દિનેશભાઈ રામાણી, બીપીનભાઈ ઠકરાર, સહિતના લોકોએ પોતાની સેવા આપી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)