જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા દ્વારા 23 માર્ચ શહીદ દિન નિમિત્તે શહીદોને અપાયેલ શ્રદ્ધાંજલિ.

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તારીખ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે પ્રો. પી. બી. ઉનડકટની અધ્યક્ષતામાં ભારત માતાની રક્ષા કાજે વીરગતિ પામેલ એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કોટી કોટી વંદન કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સમીરભાઈ દતાણીએ રાષ્ટ્રગાન ગાઈને વીર પુરુષો વીશે તેમના સાહસ, ત્યાગ અને દેશવાસીઓ માટે પોતાનું બલિદાન આપીને પ્રેરણાસ્ત્રોત બન્યા છે. એનો મહિમાં ઉપસ્થિત લોકોને કહેવામાં આવ્યો હતો. જેમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દિનેશભાઈ રામાણી, ભરતભાઈ સંપટ, ચિરાગભાઈ કોરડે, સુધીરભાઈ અઢિયા, કીરીટભાઇ તન્ના, લોહાણા યુવા સંગઠનના પ્રમુખ આશિષભાઈ રૂપારેલીયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીના અંતે જણાવ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ