જૂનાગઢના જગન્નાથજી મંદિર ખાતે પ્રાચીન કિસ્કિનધા સ્વરૂપ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી થશે.

જગન્નાથજી મંદિર,સોરઠીયા વાળંદ જ્ઞાતિની જગ્યા ખાતે કિસ્કિનધા સ્વરૂપ( રામજી તેમજ લક્ષ્મણજી ને બન્ને ખંભે બેસાડેલ સ્વરૂપ) હનુમાનજીની અતિ પ્રાચીન મૂર્તિ આવેલ છે.પહેલાના વખતમાં જૂનાગઢમાં વટેમાર્ગુ વંથલી દરવાજે થી ગિરનાર દર્શને આવતા ત્યારે હાલ પંચહાટાડી માં આવેલ મસાણીયા હનુમાન ખાતે માથું ટેકવી સીધા ઢોરો ચડી આ હનુમાન મંદિરે આવતા ત્યાં પગે લાગીને ગિરનાર યાત્રાની શરૂઆત કરતા ત્યારે આજુબાજુ જંગલ વિસ્તાર હતો. આ ટાઇપની દક્ષિણામુખ હનુમાનજી ની મૂર્તિ સમગ્ર ભારતમાં ત્રણ છે જેમાંની આ એક મૂર્તિ છે.આ મૂર્તિમાં ચૈત્રી દનીયા વખતે ધોમધખતા તાપ પડે ત્યારે રીત સર નો પ્રસ્વેદ દેખાય છે.


આ પ્રાચીન હનુમાનજી મંદિરે તા.12 ને શનિવારે હનુમાન જન્મ મહોત્સવ નિમિતિ દર્શને આવતા ભક્તજનોને બુંદી અને ગાંઠિયા નો પ્રસાદ વિતરિત કરવામાં આવશે તેમ
સંચાલક બિપિનભાઈ ભટ્ટી,રાજેન્દ્ર ચુડાસમા, તથા પૂજારી હિતેશભાઈ વ્યાસ એ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ