
સર્વોદય બ્લડ બેન્ક, જૂનાગઢના કાર્યકરશ્રી નલીનભાઈ આચાર્ય , મો. 98242 64080 ની એક યાદીમાં જણાવ્યાનુંસાર જુનાગઢ શહેરનાં નગરજનો માટે “ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી” દ્વારા ઉંચ-નીચ, નાત-જાતના ભેદભાવ વિના દરેક બિમાર વ્યક્તિ માટે, જુનાગઢ શહેરની કોઈપણ હોસ્પિટલમાં જવા-આવવા માટે કે લેબોરેટરી માં રીપોર્ટ કરાવવા માટે દર્દી ને એમ્બ્યુલન્સમાં લઈ જવા અને લાવવા માટે બિલકુલ ફ્રી સેવા શરૂ કરવામાં આવી રહી છે.
આ ફ્રી એમ્બ્યુલન્સ ની સેવા હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને, લેબોરેટરીમાં તપાસ કે રીપોર્ટ કરાવવા માટે જરૂરિયાત હોય તો પુરેપુરા સમય માટે ઉપલબ્ધ રહેશે. એટલે કે દર્દીએ લેબોરેટરી પરીક્ષણ કે ડાયગ્નોસ માટે જરૂર હોય ત્યાં સુધી સાથે જવા આવવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે આથી ફ્રી એમ્બ્યુલન્સ ની સેવા જુનાગઢ નાં લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે એ નિશ્ચિત છે.
આ એમ્બ્યુલન્સ બુકીંગ માટે શ્રી ખમીરભાઈ મજમુદાર મોબાઈલ નંબર :- 9825027151 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)