જૂનાગઢના ભેંસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી ધામ ધૂમ પૂર્વ કરવામાં આવી.

જૂનાગઢ

જૂનાગઢ ના ભેંસાણ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી.પરબધામના મહંત કરશનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.સવારે ૭:૩૦ વાગ્યે પૂજ્ય કરશનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ સાથે લોક મેળાની શરૂઆત થઈ હતી.

પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના, યજ્ઞ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

પરબધામ ખાતે દર્શનાર્થે આવતાં ભાવિકો પ્રસાદ લીધા વગર ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે, તમામ ભાવકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે, એક પંગતમાં ૧ લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે ૧૦૦ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી શાક, ગાંઠિયા, દાળ ભાત, સંભારો પીરસવામાં આવ્યા હતા. પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મની સાથે મેળામાં મનોરંજન પણ મળે છે, વિવિધ રાઈડ્સમાં બેસીને બાળકો યુવાનો મેળાની મોજ માણે છે. અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહીતના એક હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહે છે, એક જ દિવસના મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરબધામમાં દર્શન અને મેળાનો લ્હાવો મેળવી લાખો લોકો ધન્યતા અનુભવે છે..

અહેવાલ:- જગદીશ યાદવ (જૂનાગઢ)