જૂનાગઢના ભેસાણમાં સિંહ દ્વારા ત્રણ પશુઓના મારણ કર્યા. ફોરેસ્ટ રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે.

જૂનાગઢ

જૂનાગઢ ના ભેંસાણ તાલુકા નું જે માલીડા ગામે રાત્રી ના બે થી ત્રણ વાગ્યા ના અરસામાં અચાનક ચાર સિંહ ધૂસી આવ્યા અને આખા ગામ માં આટા ફેરા કયા અને અંતે અલગ અલગ ચાર જગ્યા મારણ ત્રણ પશુ ના માંરણ કર્યું જેમાં એક ગાય એક બળદ અને એક આખલો (પાડો)નું માંરણ કર્યું હતું અને જેમાં ત્રણ પશુ ને મોટી ઇજા કરી હતી જેમાં એક બળદ અતિ ઘાયલ કરેલ છે

આ માલીડા ગામ ગરવા ગિરનાર ની અતિ નજીક હોવા ના કારણે આવા બનાવો બનતા હોય છે જ્યાં ના લોકો ભય ના માહોલ મા જીવી રહ્યા છે અને આ ગામ મા ખેતી વાડી મા વીજળી નો મોટો પ્રશ્નો રહે છે તે લોકો કાયમી દિવસ ની વીજળી ની માંગ કરી રહ્યા છે જેથી લોકો રાત્રિ ના ધરે રહી શકે આ બનાવ ના પગલે ગામ લોકો એ વન વિભાગ ને જાણ કરતા તેમના કર્મચારી પોતનું વાહન લઇ સ્થળ પર પહોંચ્યા ને ગ્રામ જાનો સાથે મળી પંચરોજ કર્યું અને મરેલા પશુ ને વનવિભાગે પોતાના વાહન માં લઇ જઇને જંગલ માં નાખી દેવા માં આવ્યા હતા અને આ ગામ ના લોકો પશુ પાલકો અને માલધારી સમાજ રહે છે ને તેમના મરેલા પશુ સરકાર તરફ થી સારું વળતર મળે તે વુ ઈચ્છી રહ્યા છે આ પંથક માં આવા બનાવો અવર નવર બનતા રહેછે અને એવું પણ કહી રહ્યા છે કે અમારું પશુ પચાસ હજાર અને લાખ નું હોય છે પરંતુ તેમનું વળતર માત્ર દસ થી પંદર હજાર જ મળે છે તો સરકાર એમને વળતર પૂરું આપે એવી અમારી માંગ છે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)