જૂનાગઢના ભેસાણ તાલુકામાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો અર્થ સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોના પ્રશ્નો સીધા કલેક્ટર સુધી પહોંચ્યા અને તાત્કાલિક નિર્ણય લેવાયા.

ભેસાણ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ લોક પ્રશ્નો – સરપંચ સંવાદ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
કુલ 123 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેમાં ગૌચર જમીન દબાણ, રોડ રસ્તા, વીજળી, પાણી પુરવઠો, એસટી સેવા, સિંચાઈ અને વન વિભાગના પ્રશ્નો ખાસ રૂપે ચર્ચાસ્પદ રહ્યા.

કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ટૂંકા સમયમાં દરેક પ્રશ્નોનું નિવારણ કરાશે અને તેનો રિપોર્ટ પણ આપવા જણાવ્યું.
કેટલાંક પ્રશ્નો સ્થળ પરજ નિરાકરણ પામ્યા.
મહત્વપૂર્ણ બાબત તરીકે પીજીવીસીએલના પોલ અને ઝાડ સ્ટેટ હાઈવે વચ્ચે આવતાં હોવાના મુદ્દા પર પણ તાત્કાલિક કાર્યવાહીનું વચન અપાયું.

📝 અહેવાલ – કાસમ હોથી (ભેસાણ, જૂનાગઢ)