📍 જૂનાગઢ, ૦૬ માર્ચ
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા મોટા ગુંદાળા ગામે પશુ આરોગ્ય અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
📌 શિબિરની મુખ્ય હાઇલાઇટ્સ:
✅ કુલ ૨૬૬ પશુઓને નિદાન અને સારવાર આપવામાં આવી.
✅ ૨૫૧ પશુઓને કૃમિનાશક દવા અપાઈ.
✅ ૧પ પશુઓની વિશિષ્ટ તપાસ અને સારવાર નિષ્ણાતો દ્વારા કરવામાં આવી.
🩺 વિશિષ્ટ નિષ્ણાતોની ટીમ:
🔹 ડૉ. સુરેશકુમાર માવડીયા (મેડિસિન)
🔹 ડૉ. જીગ્નેશ વડાલીયા (સર્જરી)
🔹 ડૉ. દેવાશીભાઈ બોરખતરિયા (ગાયનેકોલોજી)
🎤 શિબિરના સફળ આયોજન માટે નિમ્ન વ્યકિતઓએ વિશેષ યોગદાન આપ્યું:
✔ મોટા ગુંદાળા ગામના સરપંચ: ગોપાલભાઈ હીરપરા
✔ પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી: ડૉ. સુરેન્દ્ર સાવરકર
✔ પશુચિકિત્સા મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્ય: ડૉ. પી.એચ. ટાંક
✔ સહ પ્રાધ્યાપક: ડૉ. દિનદયાલ
✔ પશુધન નિરીક્ષક: અંકુર દેસાઈ
📢 આ કાર્યક્ર્મ દ્વારા પશુપાલકોમાં આરોગ્ય જાગૃતિ અને પશુઓની વધુ સારી સંભાળ માટે ઉત્તમ પ્રેરણા મળી.
🎤 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ