કેશોદ ખાતે ધ ટેલેન્ટ કલાસીસ – કેશોદ અને કે.કે.એજ્યુકેશન પોઇન્ટ – જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે *મેગા સેમિનાર – પાસ થવાનું પંચામૃત* નું આયોજન કરવામાં આવેલ હતું…જેમાં ધોરણ – ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી – ૨૦૨૫ની બોર્ડની પરીક્ષા આપવાની હોય ત્યારે દરેક બાળક *ભયમુક્ત* અને *માનસિક તણાવ મુક્ત* પરીક્ષા આપી શકે તે હિતાર્થે આ મેગા સેમિનાર યોજવામાં આવેલ.
જેમાં મુખ્ય વકતા તરીકે, જૂનાગઢથી પધારેલ ગાયત્રીબેન શર્મા જાની તેમજ ગણિત વિષયના મેઝીશિયન કેવિન ખાનપરા તેમજ અંગ્રેજી વિષયના તજજ્ઞ ભાર્ગવ પંડયા તેમજ ગુજરાતમાં યુટ્યુબ પર ધૂમ મચાવતા નિમ્બાર્ક (યોગી ગુજરાતી યુ ટ્યુબ ચેનલ) તેમજ જી.ડી.વી. કન્યા વિદ્યાલયના નિવૃત આચાર્યાશ્રી મંજુલાબેન ભીમાણી આ સર્વે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને નોલેજ પૂરું પાડવામાં આવ્યું તેમજ સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ શ્રી રાજુભાઇ કનેરીયા દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના આયોજકશ્રી ધ ટેલેન્ટ કલાસીસ – કેશોદ ના ઓનર કલ્પેશ વડુકર તેમજ ગીરીશ બગીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને સુંદર બનાવવાં માટે શિક્ષક મિત્રો અક્ષયભાઈ દેપાણી, નિકુંજભાઈ દેત્રોજા, વાસુભાઈ ગામી,વિનિતભાઈ ગામી,બ્રિજેશભાઈ રૂપાપરા,ભાવેશભાઈ ખાનપરા, યોગેશભાઈ બારીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.કાર્યક્રમ ના અંતે તમામ વિદ્યાર્થીઓ અને વાલીગણ ને નાસ્તો કરાવવામાં આવ્યો, તેમજ વિદ્યાર્થીઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી…
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)