ભારત ઉપરાંત અન્ય ૬ દેશો; યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, નાઇજીરીયા, એથન્સ(ગ્રીસ), અફઘાનિસ્તાન ની યુનિવર્સિટીનાં સંશોધકો આ પરિષદ માં ભાગ લીધો.ગત તા. 27 અને 28 ડિસેમ્બર 2024ના રોજ નોબલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયુ. આ કૉન્ફરન્સમાં ભારત સહિત યુ.એસ, યુ.કે, ઓસ્ટ્રેલિયા, નાઇજીરીયા, એથન્સ (ગ્રીસ), અને અફઘાનિસ્તાન જેવા વિવિધ દેશોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી કુલ 424 સંશોધન પત્રો રજુ થયા. મેનેજમેન્ટ, કોમર્સ, એન્જિનિયરિંગ, સાયન્સ, આયુર્વેદ, હોમિયોપેથી, લાઇબ્રેરી સાયન્સ, ફાર્મસી, એજ્યુકેશન, એનિમલ હસબન્ડરી, હ્યુમનિટીઝ, નર્સિંગ અને કમ્પ્યુટર એપ્લિકેશન જેવા વિવિધ વિષયો પર સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા. આ રિસર્ચ પેપર્સ સ્કોપસ, વેબ ઓફ સાયન્સ, અને UGC-કેર માન્ય જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર કરવામાં આવેલા રિસર્ચ માટે પોસ્ટર પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રિસર્ચ કરી રહેલા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત બન્યું. આ ઉપરાંત સંશોધકો માટે તેમણે પ્રસ્તુત કરેલ રીસર્ચ વર્ક માટે લાઈવ પ્રેઝન્ટેશન અને શ્રેષ્ઠ પેપર એવાર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા. અહી શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ શિક્ષણવિદો, શાળા-કોલેજ ના અધ્યાપકો તેમજ સંશોધકો એ હાજરી આપી હતી. આ ઉપરાંત પાર્થ પોલી વુવેન પ્રાઇવેટ લિમિટેડ, લેબસોલ સાઈન્ટીફિક કો, કેનેરા બેન્ક, જૂનાગઢ, વૉટ યુ વોન્ટ, મોરબી આ કોન્ફરન્સના મુખ્ય પ્રાયોજક હતા. આ કોન્ફરન્સ માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠ ના પૂર્વ કુલપતિ શ્રી ડૉ. અનામીક શાહ કોન્ફરન્સ પ્રમુખ તરીકે, નોર્થ વેસ્ટ યુનિવર્સિટી, સાઉથ આફ્રિકા થી ડૉ. અંકિત કાટરોડિયા, કેનેડા થી આઇટી સ્પેશિયાલિસ્ટ શ્રી રજત કનેરિયા, કાનન ઇન્ટરનેશનલ, વડોદરા ના ડાયરેક્ટર શ્રી અનિલ ગોયલ, ડૉ. અભિષેક કુમાર, INFLIBNET (ગાંધીનગર) તેમજ નોબલ યુનિ ના પ્રમુખ શ્રી નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખ શ્રી ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડ્યા, કુલપતિ શ્રી એચ. એન. ખેર હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સંબોધ્યો હતો.વિવિધ ટ્રેક પર પ્રસ્તુતિઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી સફળતાપૂર્વક યોજાઈ હતી
અને તમામ સંશોધકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આમ, આંતરરાષ્ટ્રીય સ્તરે નોબલ યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલી આ સફળતા માટે આયોજક સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જે રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી એ જણાવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)