જૂનાગઢ, તા. ૧૨/૮ – ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા ડો. એસ. આર. રંગનાથનના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરાઈ.
આ પ્રસંગે કોલેજના ગ્રંથાલય વિભાગમાં ગ્રંથપાલ એ. સી. વાઘેલા દ્વારા દુર્લભ અને અમૂલ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું. સુવર્ણ ટાઈટલવાળા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પુસ્તકો વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝા, ડૉ. પી. વી. બારસીયા સહિતના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી. વિદ્યાર્થીઓને “એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે” — આ વિચારનું મહત્વ સમજાવાયું.
કોલેજના આચાર્ય ડૉ. વાંઝાએ ગ્રંથપાલ એ. સી. વાઘેલા તથા સમગ્ર ગ્રંથાલય સ્ટાફને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ