જૂનાગઢ
વિશ્વ સિંહ દિવસના ઉપલક્ષ્યમાં સિંહ સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢ ની શાળાની ધો.10ની વિદ્યાર્થીની કુ.સારા માલવણિયા એ સિંહની વિશેષતાઓ, લાક્ષણિકતાઓ વિશે લાક્ષણિક અદામાં અભિવ્યક્તિ કરી હતી. જેનાથી સભાગારમાં ઉપસ્થિત ભાવકો મંત્રમુગ્ધ થયાં હતાં.
સારાએ સિંહની ચાલ, સિંહનો મિજાજ, સિંહની છટા, સિંહની ડણક, સિંહની ત્રાડ સહિતની લાક્ષણિકતાઓને કાવ્યયુક્ત શૈલીમાં રસપ્રચુર રીતે રજૂઆત કરી હતી. જેને ઓડિયન્સે તાળીઓના નાદથી વધાવી હતી.
સારાએ સિંહ કેમ સાચા અર્થમાં જંગલનો સિંહ છે. તેનું મહિમા મંડન કરીને કાવ્યગાન દ્વારા સિંહ દિવસની ઉજવણીનો માહોલ બનાવ્યો હતો. સિંહનું સંરક્ષણ કેમ કરવું જોઈએ અને સિંહ શા માટે ગુજરત સહિત દેશની શાન અને ગૌરવ છે. તેનું ગૌરવગાન પોતાની કાવ્યપંક્તિઓ દ્વારા કર્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)