જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓને સુ્.શ્રી સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા રૂ.૭,૦૦,૦૦૦ નું અનુદાન આપવામાં આવ્યું.

જૂનાગઢ

દાનવીર સુ.શ્રી સુશિલાબેન છોટાલાલ શાહ એમના માતા – પિતા ના આશીર્વાદથી હંમેશા જરૂરિયાતમંદ લોકોને લાખો રૂપિયાના દાન કરતા આવ્યા છે. તેના ભાગરૂપે તા.૧૬/૯/૨૪ ના રોજ જૂનાગઢની જુદી જુદી સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન આપવામાં આવેલ છે જેમાં ઉમિયા સોસાયટીના રીનોવેશન માટે રૂ.૨,૦૦,૦૦૦, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ ને રૂ.૧,૦૦,૦૦૦, શ્રી મયારામ દાસજી આશ્રમ ને રૂ.૧,૦૦,૦૦૦, પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ ને ૧,૦૦,૦૦૦, જૈન દેરાવાસી સંઘને રૂ. ૧,૦૦,૦૦૦ આમ કુલ રૂપિયા ૭,૦૦,૦૦૦ ના દાનના ચેક જવાહર રોડ સ્થિત અંધ કન્યા છાત્રાલય ખાતે એક નાનકડા કાર્યક્રમ માં દરેક સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમયે સુશીલાબેન છોટાલાલ શાહ ની જીવન ઝરમર રજુ કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં જૈન વણિક સમાજ ના બહેનો દ્વારા ચાલતા ઝવેરી મહિલા મંડળે ગીતની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે વણિક સમાજના પ્રમુખશ્રી હિતેશભાઈ સંઘવી, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, જૈન દેરાવાસી સંઘના દિનેશભાઈ શેઠ, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેને.ટ્રસ્ટીશ્રી મુકેશભાઈ મેઘનાથી, શાંતવન ટ્રસ્ટના નીલમબેન પરમાર, મયારામ દાસજી આશ્રમના સુરેશભાઈ મહેતા, શાંતિભાઈ સોલંકી, કુમારભાઈ રાવલ, ગાયત્રી પરિવારના મેનેજર ટ્રસ્ટીશ્રી નાગભાઈ વાળા, ગોપાલભાઈ શાસ્ત્રી, દયાબેન માણેક અને પુષ્પાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અંધ દીકરીઓને ઝવેરી મહિલા મંડળ ના બહેનો જેમાં બીનાબેન શેઠ, નીતાબેન ગાંધી, ભાવનાબેન દોશી, રીટાબેન ગાંધી, જાગૃતીબેન શાહ વિગેરે દ્વારા સરસ મજાની કીટ આપવામાં આવેલ હતી.

આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા અને ચંપકભાઈ જેઠવા, વર્ષાબેન બોરીચાંગર, સરોજબેન જોશી તેમજ નામી- અનામી દરેકે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)