જૂનાગઢ
જૂનાગઢ નગરપાલિકાની પહેલથી વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ તો કુદરતી વનસંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્યાત છે. ગિરિમાળા વચ્ચે પાણીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. જેમાંનો એક હસ્નાપુર ડેમ કે જે ગિરનારન તળેટીમાં જંગલો વચ્ચે આવેલ છે તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૃરુ પાડ્યું છે.
પાણી એ કુદરતી સ્ત્રોત છે અને જીવન આવશ્યક પણ ખરું, આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પુરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા છે. જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર ક્રેડીટ વોટર કન્ઝર્વેશન હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે
જુનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી અલ્પેશભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે,વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમ પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી ૯ વર્ષ ના ગાળામાં ૯૦ લાખ વોટર ક્રેડીટ પ્રાપ્ત કરેલ છે. આ પ્રોજેક્ટ ૯ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલ છે. ૯ વર્ષ પૂર્ણ થતા યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામમાં વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા બદલ ૧૦૦૦ લીટરે એક ક્રેડિટ લેખે વાર્ષિક મહત્તમ ૧૦ લાખ ક્રેડિટના ધારા ધોરણ મુજબ પાછલા નવ વર્ષો સાથે કુલ ૯૦ લાખ ક્રેડિટ જુનાગઢ મહા નગરપાલિકાને મળેલ તેનો ક્લેમ કરવામાં આવેલ, મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા વોટર ક્રેડીટ પ્રોજેક્ટની કામગીરીથી જુનાગઢ શહેરમાં તેમજ આસપાસની અન્ય નગરપાલિકા ઓમાં ઉતમ ઉદાહરણ પૂરું પડી શકાય તેમ હોય તથા શહેરીજનો ના પાણી પ્રત્યેના અભિગમને બદલાવવા પહેલરૂપ કરવા વોટર ક્રેડીટને લગત પ્રોજેક્ટોના અમલીકરણ કરવાનું આયોજન થયુ હતું.તા.૦૪/૦૭/૨૦૨૨ના રોજથી જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા વોટર ક્રેડીટ સેક્ટર પૈકીના વોટર કન્ઝર્વેશન સેક્ટરના હસ્નાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરુ કરવામાં આવી હતી. તા. ૩૦/૦૬/૨૦૨૩ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા પ્રમાણિત એજન્સી SQAC Certification Pvt. Ltd દ્વારા હસ્નાપુર ડેમનો પ્રોજેક્ટ રીપોર્ટ વેરીફાઈ કરી, નિયમાનુસાર પ્રોજેક્ટના તમામ ટેકનીકલ પ્રમાણો ચકાસી, પ્રોજેક્ટ સ્થળ ખાતે સાઈટ વિઝીટ કરી, ઓડીટ કરી, પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને એશિયા સ્તરે વોટર ક્રેડીટ મેળવનાર પ્રથમ નંબર ની સંસ્થાનું બિરુદ આપવામાં આવ્યુ હતુ.
હસ્નાપુર ડેમ ૧૯૬૧ પહેલા સિંચાઇ વિભાગ હસ્તક હતો. ૧૯૬૧થી નગરપાલિકા(ત્યારે મહા નગરપાલિકા)ને સોપવામાં આવ્યો હતો. આ અંગે માન.કમિશનર શ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા વધુમાં જણાવતાં યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડીટ આપવામાં આવેલી, આટલું જ નહીં આ ક્રેડિટને માર્કેટમાં ગ્રીન ઓર્ચીડ, વડોદરા સંસ્થા દ્વારા ૧૦૦ ક્રેડિટ ખરીદ કરી રૂ.૨૫,૦૦૦ નો રોકડ રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના અન્ય અર્બન લોકલ બોડીને પણ કે જેઓ આર્થિક રીતે નબળા હોય તો સરકારી ગ્રાન્ટ ટેક્સ કલેક્શન પાયા ની આવક સિવાય પણ અન્ય વધારાના આવકના સ્ત્રોત સંશોધન ઊભા કરી શકે તે બદલ મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ મહા નગરપાલિકાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહાનગરપાલિકાના આ કાર્યની પ્રશસ્તિ કરી હતી.
અત્રે ઉલ્લખનીય છે કે, હસ્નાપુર ડેમ જૂનાગઢથી ૧૭ કી.મી. દૂર ગિરનાર પર્વતમાળાની ઉબેણ નદીની ટિબ્યુટરી લોલ નદી પર બાંધવામાં આવેલો છે. જેનો વિસ્તાર ૮.૮૬ ચો. માઈલ છે. ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા ૨૯૬.૭૬ એમ.સી.એફ.ટી. છે. ડેમથી ૨૭ ઇંચની 11 કિમિ પાઈપલાઈન દ્વારા જૂનાગઢના ધારાગઢમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડી ફિલ્ટર કરવામાં આવે છે. જેમાંથી શહેર ના ચાર ઝોનમાં પાણી પુરૃં પાડવામાં આવે છે.
ભવિષ્યમાં જુનાગઢ મહા નગરપાલિકા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ જેવા અલગ અલગ પ્રોજેક્ટમાં વધારાની ક્રેડિટ મેળવવા આયોજન કરવામાં આવેલ છે તેમ મનપા ની એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)