જૂનાગઢમાં આણંદ એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિયૂટ દ્વારા આયોજિત માનવ સંસાધન વિકાસ તાલીમ સંપન્નઃ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ.

જૂનાગઢ

આણંદ એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિયૂટ દ્વારા આયોજિત માનવ સંસાધન વિકાસની ત્રિદિવસીય તાલીમ સંપન્ન થઇ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે માનવ સંસાધન વિકાસ તાલીમ અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. તાલીમાર્થીઓને સંબોધતા કાર્યક્રમનાં અધ્યક્ષ અને કુલપતિશ્રીએ જણાવ્યુ કે, પોઝીટીવ એટીટ્યુડ અને કોમ્યુનિકેશન સ્કીલ, સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં વધુ ખેડૂતની નજીક રહીને ખેડૂતને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. મોબાઈલ એસ.એમ.એસ. નો ઉપયોગ કરીને ખેડૂતોને વધુમાં વધુ કૃષિ સંશોધન અંતર્ગતની માહિતી વેગવંતી બને તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું.

આ તકે સંશોધન નિયામક ડૉ.માદરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા. આણંદ એક્સટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના કોર્ષ ડાયરેક્ટર ડૉ.એ.સી.જતાપરા, ડૉ. નિધિ ઠાકુર અને ડૉ. રાજસિંહ રાઠોડ દ્વારા આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને તાલીમ આપી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા. આ તાલીમ કાર્યક્રમમાં ૮૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. પ્રમાણપત્ર વિતરણ સમારોહનું સંચાલન રિસર્ચ એસોસિએટ ડૉ.ક્રિમ્પલ આર. ખૂંટે કર્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)