જૂનાગઢમાં ‘એક દિન, એક ઘંટા, એક સાથી’ શ્રમદાન કાર્યક્રમ – સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સફાઈ અને વૃક્ષારોપણ.

જૂનાગઢમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૨૧મી સદીના સ્વચ્છ ભારત મિશનની ઉજવણી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” ને “સ્વચ્છોત્સ્વ” તરીકે ઉજવવામાં આવી રહી છે.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડીનું આયોજન કરવામાં આવ્યું છે.

તસ્વીરમાં મુખ્ય કાર્યક્રમ “એક દિન, એક ઘંટા, એક સાથી” નો રોજગારીનો કાર્યક્રમ તા. ૨૫/૦૯/૨૦૨૫ સવારે ૮:૦૦ કલાકે જ્ઞાનબાગ ગુરુકુળ, સાબલપુર ચોકડી ખાતે યોજાયો. શહેરના વોર્ડ નં. ૧ થી ૧૫માં પણ આ જ થીમ અંતર્ગત એકસાથે સફાઈ કાર્યક્રમ યોજાયો.

ત્યારબાદ સવારના ૯:૦૦ કલાકે ધોરાજી ચોકડી, શ્રીનાથજી એસ્ટેટ વાળી ગલી, ધોરાજી રોડ ખાતે “એક પેડ માં કે નામ” થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોંશીયા, ડે. મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતાઓ, કોર્પોરેટર, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ અને ઉપસ્થિત મહાનુભાવોએ ભાગ લીધો.

ઉપરોક્ત બંને કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા શહેરીજનને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી નગરમાં સફાઈ અને પર્યાવરણીય જાગૃતિને વધારવામાં આવે.

📍 અહેવાલ – નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ