જૂનાગઢ તા.૨૪ શ્રદ્ધા નેટવર્ક ઓફ જૂનાગઢ, પીપલ લિવિંગ વીથ એચ.આઈ.વી. / એઇડ્સ સંસ્થામાં કાર્યરત સમગ્ર પ્રોજેક્ટ અન્વયે વિવિધ જગ્યાઓ માટે ભરતી યોજાશે. જેમાં સીએચસી કોર્ડીનેટર ૦૧ જગ્યા માટે એમએસ ડબ્લ્યુની લાયકાત હોય અને આ પ્રકારની કામગીરીમાં ૦૨ વર્ષનો અનુભવ ધરાવતા હોય, એમ & ઈ ઓફિસર ૦૧ જગ્યા માટે ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટરના જાણકાર હોય, ડેટા એન્ટ્રી, આંકડાકીય માહિતીના ૦૧ વર્ષનો અનુભવ ધરાવતા હોય, સીએલએચ ૦૨ જગ્યા, ફિલ્ડ વર્કર માટે જૂનાગઢ તાલુકામાં ૦૧ જગ્યા (ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, ગીર ગઢડા તાલુકા માટે ૦૧ જગ્યા) જેમાં ધોરણ ૧૨ અથવા તેથી વધુનો અભ્યાસ ધરાવતા હોય, આ પ્રકારના કામગીરીનો અનુભવ ધરાવતા હોય અને એચઆઈવી પોઝિટિવ વ્યક્તિને તેમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
આગામી તારીખ ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન વિહાન સેન્ટર, બી ૪, કસરત વિભાગ સામે, જીએમઈઆરએસ, સિવિલ હોસ્પિટલ, મજેવડી ગેટ, જૂનાગઢ ખાતે ઓપન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર ૯૮૨૫૪૬૬૬૮૧ પર સંપર્ક સાધી શકાશે. તેમ સમગ્ર પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિહાન પ્રોજેક્ટ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ