જુનાગઢ, તા. 16 મે:
જુનાગઢ શહેરમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિક જનતાના હિતમાં એક મહત્વપૂર્ણ કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવી છે. પીઆઈ આર.કે. પરમાર અને પો. સબ ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી, તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા અને સ્ટાફની ટિમ દ્વારા ૫ વર્ષથી સામાવાળા પાસે રહેલું આરજદાર સાધુ મહાત્મા કપીલભારતી આનંદભારતી સાધુનું મકાન પરત આપવામાં આવ્યું છે.
આ મામલે, આરજદાર કેશોદના નિવાસી છે અને જુનાગઢના રામદેપરા હુશેની ચોકમાં આવેલ મકાનમાં આરસપરસના કારણે વિવાદ ઉઠી ગયો હતો. કોવિડ કાળ દરમ્યાન જ્યારે આરજદાર અહીં ન હતા, ત્યારે સામાવાળાએ મકાન પર કબજો કર્યો હતો અને અનેક વખત મકાન ખાલી કરવાની વિનંતી છતાં પણ જવાબ ન મળ્યો હતો.
આ અરજદારની ફરિયાદ અને લખિત અરજી મળતા, એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તરત તપાસ કરવામાં આવી. સામાવાળાને દસ્તાવેજો તેમજ હાલતની સમીક્ષા કરીને કાયદેસર સમજાવટ કરીને મકાન ખાલી કરાવ્યું અને કોર્ટ કચેરી, અરજદાર તેમજ સામાવાળાની વ્યાજબી વ્યવસ્થા સાથે ટૂંક સમયમાં મકાન આરજદારને સોપાવવામાં આવ્યું.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ની માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી, જે પ્રજાની સમસ્યાઓને તાત્કાલિક અને વિવેકપૂર્ણ રીતે હલ કરવા પોલીસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પ્રસંગે, આરજદારને મકાનની ચાવી અને કાયદેસર દસ્તાવેજો નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા અને અન્ય પોલીસ અધિકારીઓના હસ્તે સોંપવામાં આવ્યા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ