જૂનાગઢમાં કબડ્ડીની રાજ્ય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ: 35 ટીમોએ લીધો ભાગ.

ડો.સુભાષ યુનિવર્સિટી ખાતે કલેકટર શ્રી અનિલ રાણાવસિયાની ની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય

   જૂનાગઢ,તા.૫ જૂનાગઢ (ગ્રામ્ય) કબડ્ડી એસોસિએશન અને ડો. સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત  ઉપક્રમે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન  ડો. સુભાષ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધાનો  ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે યોજાયો હતો.  

આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૩૫ થી વધુ એક ટીમોએ ભાગ લીધેલો છે. જેમાં રાજ્યભરના ૫૦૦ કરતાં વધારે સ્પર્ધકો કબડ્ડીની રમતનું કૌશલ્ય દર્શાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. રમતવીરો માટે ડો. સુભાષ યુનિવર્સિટી દ્વારા પરિવહન સુવિધા, રાષ્ટ્રીય કક્ષાના મેદાનની સગવડ અને ભોજન ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. સાથે જ સ્પર્ધા ની વિજેતા ટીમ માટે ટ્રોફી અને તમામ ખેલાડીઓને પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવનાર છે. અને ઉપવિજેતા ટીમોને પણ સન્માનિત કરવામાં આવશે. જૂનાગઢ કબડ્ડી એસોસીયેશન અને ડો. સુભાષ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત શહેરમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરાતા ખેલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ તકે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખશ્રી દિનેશ પટેલ અને મંત્રી શ્રી તુષાર અરોઠે ,ડો. એમ.પી.ત્રાડા (સીએલ કોલેજ પ્રિન્સિપાલ), રમેશ રાવલિયા (ચીફ ઓડીટર જૂનાગઢ), લીલાભાઈ પરમાર (પ્રમુખ શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ) ભૂષણ કુમાર યાદવ જિલ્લા રમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જીગ્નેશ પટેલ ઉપસ્થિત ટીમના ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)