ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારો હર્ષોલ્લાસ અને શ્રદ્ધા-ભક્તિ સાથે ઉજવાય છે. દેશભરમાં ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર મોટા ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે.
જૂનાગઢમાં પણ અનેક પરિવારો દ્વારા પોતાના નિવાસસ્થાન પર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આજરોજ કિશોરભાઈ ચોટલીયા પરિવારના નિવાસસ્થાને તેમની પૌત્રી હેતાક્ષીના હસ્તે ગજાનનજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી.
પરંપરાગત વિધિ મુજબ કંકુ, ચોખા, સોપારી અને ફૂલોથી પૂજન કરવામાં આવ્યું. સાથે જ દાદાના પ્રિય એવા મોદકનો ભોગ અર્પણ કરીને પરિવારના તમામ સભ્યો દ્વારા આરતી પૂજન કરવામાં આવ્યું.
ખાસ વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી ચોટલીયા પરિવાર માત્ર પોતાના પરિવારજનો સાથે સવાર અને સાંજની આરતી તેમજ પૂજન કરી આ રીતે ભક્તિભાવ સાથે ગણેશોત્સવ ઉજવી રહ્યા છે.
પરિવારમાં નાની પેઢીથી લઈ વડીલો સુધી સૌની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી. તહેવાર દરમિયાન ભક્તિભાવ સાથે વાતાવરણ આનંદમય બની ગયું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ