જૂનાગઢમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયતના સદસ્યો તથા સંગઠનના પદાધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન મંત્રીએ પંચાયતી પ્રથાના હોદ્દેદારો અને નગરપાલિકા પ્રતિનિધિઓના વિવિધ જનહિતના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, વરિષ્ઠ અધિકારીઓ સાથે વિમર્શ કરીને શિઘ્ર ઉકેલ લાવવાનો આશ્વાસન આપ્યો હતો. તેમણે સરકાર સ્તરે રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી.

વિશિષ્ટ મુદ્દાઓ તરીકે મંત્રીએ રોડ-રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, સૌની યોજના, ઓજત અને ઉબેણ નદી કાંઠા વિસ્તારના ધોવાણ પ્રશ્નો, પૂર સંરક્ષણ દિવાલો, માનાવદર રિવરફ્રન્ટનું અધૂરું કામ અને કેશોદ-મુંબઈ હવાઈસેવા પુન:શરૂ કરાવવાની બાબત સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, અરવિંદભાઈ લાડાણી તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ